સુરતના ચોકબજાર વિસ્તારમાં શનિવારની મોડી સાંજે આગની ઘટના બની હતી.લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ અને દોડધામ મચી હતી.ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી.જે બાદ ફાયર વિભાગની દસ જેટલી ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હત્યા અને લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.