આજે તારીખ 18/12/2025 ગુરુવારના રોજ સવારે 11.30 કલાકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાય. ગત તારીખ 29/07/2025ના રોજ મુનખોસલા ગામે મારામારી થઇ હતી. ખુલ્લામાં છોકરાના શૌચક્રિયા બાબતે મારામારી થઈ. જેમાં ફરિયાદ અને સાહેદને 8 ઈસમો દ્વારા પથ્થર વડે અને ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.