ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે ઓસ્લો GIDCમાં આવેલી કલ્પતરુ લોજિસ્ટિક કંપનીના ગોડાઉનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગોડાઉનમાંથી અનાજ અને કઠોળની બોરીઓની ચોરી કરનાર કિડાણાના ત્રણ શખ્સો દાઉદ ઉર્ફે દાવલો ઇબ્રાહિમ કટીયા, ફિરોજ ઉર્ફે ફિરીયો ઇબ્રાહિમ કટીયા અને સાહિલ ઉર્ફે પી.એ ફરીદભાઈ શેખની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.