સુરત ગ્રામ્ય પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ઘલુડી ગામના પરેડ| ગ્રાઉન્ડ ખાતે 'સુરક્ષા શકિ્ત અને વિદ્યાર્થી જાગૃતિ અભિયાન' યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને પોલીસ જવાનોની| કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ, સહકાર અને સકારાત્મક દૃષિ્ટકોણ મજબૂત કરવાનો હતો.