સાણંદ: સાણંદ APMC માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોએ ડાંગરના પોષણક્ષમ ભાવ ન મળતા ઉગ્ર વિરોધ પ્રદર્શન
સાણંદ APMC માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોએ ડાંગરના પોષણક્ષમ ભાવ ન મળતા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધને કારણે માર્કેટ યાર્ડમાં હરાજી સંપૂર્ણપણે બંધ રહી હતી અને ખેડૂતોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો.