ગણદેવી: PM નરેન્દ્ર મોદી ના જન્મદિવસે ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાન અને સફાઈ કામદારોનું સન્માન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત બીલીમોરા અને ગણદેવી ખાતે ધારાસભ્ય નરેશ પટેલે કાર્યકર્તાઓ સાથે મળી સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો. આ પ્રસંગે સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું અને નગરજનોને સ્વચ્છતા જાળવવા માટે સંદેશ આપવામાં આવ્યો. ધારાસભ્યએ જણાવ્યું કે સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ સમાજની પ્રગતિ માટે આવશ્યક સંસ્કૃતિ છે અને દરેક નાગરિકે તેમાં પોતાનો યોગદાન આપવું જોઈએ.