ઓલપાડ: કીમ ગામે RSS દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું.
Olpad, Surat | Oct 5, 2025 કીમ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય કાર્યમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે. સ્વયંસેવકોનો ઉત્સાહ વધારવા તેમજ સમાજના તમામ લોકોને સંગઠન કાર્યમાં જોડવા માટે સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કીમ ગામે પથ સંચલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પ્રત્યક્ષ સંઘકાર્ય દર્શનની જરૂરિયાતના ભાગરૂપે યોજાયો હતો.