વિસનગર: રાલીસણા ગામના તળાવમાં સામૂહિક માછલીઓના રહસ્યમય મોત
વિસનગર તાલુકાના રાલીસણા ગામમાં આવેલ તળાવમાં સામુહિક રીતે માછલીઓના રહસ્યમય મોત નીપજતાં ગ્રામજનો તળાવ ઉપર એકઠા થયા હતા જેમાં માછલીઓના મોતના કારણને જાણવા માટે ગામના મહિલા સરપંચ દ્વારા સ્થાનિક આરોગ્યતંત્રને જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ માછલીઓના મોત કેવી રીતે નીપજ્યા તે અંગે કોઇ ચોક્કસ જાણકારી મળવા પામી નથી.