ગાંધીધામ: આદિપુર વિસ્તારમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન હેઠળ રેલીનું આયોજન
આજરોજ એઇડ્સ જનજાગૃતિ માટે ગજવાણી નર્સિંગ સ્કૂલ,તાલુકા હેલ્થ ઓફિસ અને ART સેન્ટર રામબાગ ના સહયોગ થી એક રેલીનુ આયોજન કરવામા આવ્યુ.જે ગજવાણી નર્સિંગ સ્કૂલ થી આદિપુર સર્કલ થી ગાધી સમાધિ ખાતે પૂરી થઈ.જેમા તાલુકા હેલ્થ ઓફિસર અને MOH ડો દિનેશ સુતરીયા,ડો ધૈર્ય,પ્રિન્સીપાલ નિધી શર્મા,જય હેમનાણી,વિનોદ ગેલોતર અને ગજવાણી નર્સિંગ સ્કૂલ ના પ્રિન્સીપાલ અને સ્ટુડન્ટ્સ જોડાયા હતા.