ગજોડની કંપનીના સોલાર પ્લાન્ટમાંથી 99 હજારના વાયરની તસ્કરી જંતુનાશક દવા બનાવતી ગજોડની ખાનગી કંપનીમાં તેમના ઉપયોગના સોલાર પ્લાન્ટમાંથી મધ્ય રાતે 99 હજારની કિંમતના 200 મીટર વાયર કાપી ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે માનકૂવા પોલીસ મથકે ગજોડની સીમ ખાતે આવેલી સુમિટોમો કેમિકલ ઈન્ડિયા કંપનીના એચ.આર. મેનેજર મયૂરભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપની ખેતીને લગતી જંતુનાશક દવાઓ બનાવવાનું કામ કરે છે. કંપનીની બાજુમાં ખુલ્લી જમીનમાં 1.8 મેગાવોટન