વડોદરા: સુભાનપુરામાં વિશાળ વૃક્ષ કડડભૂસ થતા કાર સહિત વાહનો દબાયા,દુકાનને નુકસાન
વડોદરા : શહેરમાં વરસાદી ટાણે  અસકસ્માત સહિતની વિવિધ ઘટનાનો સામે આવી રહી છે. ત્યારે,શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષોજૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલ કાર સહિતના વાહનો દબાઈ ગયા હતા. જ્યારે આ વૃક્ષ તૂટી પડતા દુકાન બહાર લાગેલા પતરાના શેડને પણ નુકસાન થયું હતું.સદનસીબે આ ઘટના સમયે કોઈ અવરજવર નહીં હોવાના કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી.