ગત તા. 28 ડિસેમ્બરે જૂની અદાવતના કારણે ભયાનક મારામારીની ઘટના બની હતી. જન્મદિવસની ઉજવણી કરીને પસાર થઈ રહેલા સોનુ રાજપૂત અને તેના મિત્ર ફેઝલને માથાભારે શખ્સોએ ફિલ્મી ઢબે ઘેરી લઈ લાકડીઓ તથા ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું કે દોઢ વર્ષ જૂની અદાવતનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે 3 ને ઝડપી લીધા