રાજકોટ પૂર્વ: રાજકોટમાં સ્ટંટબાજો હવે પોલીસને ફેંકી રહ્યા છે પડકાર!! માર્કેટિંગ યાર્ડની નજીક યુવાનોએ સ્કુટર પર કરી સ્ટંટબાજી
રાજકોટ: એક તરફ પોલીસ કમિશનર સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરવાની વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરમાં સ્ટંટબાજો બેફામ બન્યા છે. જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ તેઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે. તાજેતરમાં, માર્કેટિંગ યાર્ડ નજીક યુવાનો દ્વારા સ્કૂટર પર કરવામાં આવેલી સ્ટંટબાજીનો વિડીયો વાયરલ થયો છે, જેણે પોલીસના દાવાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે.