ગુરુવારે રાંદેર પોલીસે માહિતીના આધારે મશાલ સર્કલ પાસેથી મોપેડ લઈ પસાર થતાં ચારવાક જનક ભટ્ટ ને ઝડપી પાડ્યો હતો.જેની તલાશી લેતા 225.87 ગ્રામ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેની બજાર કીમત 6.67 લાખ થાય છે.જે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મિહિલ નામના ઇસમ પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.ઝડપાયેલા આરોપી ચારવાક ભટ્ટ શહેરની જાણીતી કંપની માં ઇજનેર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું.જ્યાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.