રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બુધવારે પોતાના પરિવાર અને મિત્ર વર્તુળો જોડે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી.ડુમસ રોડ પર આવેલા રિવ્યુ લેટ હાઈટ્સ પરથી બપોરના એક વાગ્યાના સમય દરમિયાન તેઓ પોતાના સહપરિવાર જોડે પહોંચ્યા હતા.જ્યાં મિત્ર વર્તુળ અને પરિવાર જોડે મળી પતંગ ચગાવવાનો આનંદ અને મજા માણી હતી.તિરંગા ના સ્વરૂપમાં એકસાથે પતંગોની લાંબી હરોળ આકાશમાં ઉડાવી ચગાવવાનો અનેરો આનંદ માણ્યો હતો જ્યારે અન્ય પતંગો વડે પોતાના હરીફ જોડે પેચ લડાવી પતંગો કાપી.