સાવરકુંડલા: સાવરકુંડલામાં કચરાના વૈજ્ઞાનિક સંચાલનનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા
ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત, સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં સૂકા અને ભીના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ તથા સિવિલ વર્કના ડમ્પિંગ સાઈટનું ખાતમુહૂર્ત બોઘરીયાણી ખોડીયાર પાસે કરવામાં આવ્યું.આ પહેલ દ્વારા શહેરના કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન થશે, પર્યાવરણનું સંરક્ષણ થશે અને સાવરકુંડલા શહેરને વધુ સ્વચ્છ, હરિત અને સ્વસ્થ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.