ઓલપાડ: વિશ્વ કપાસ દિવસને લઈને સુરત જિલ્લા ખેડૂત આગેવાન જયેશ દેલાડ એ આપી પ્રતિક્રિયા
Olpad, Surat | Oct 7, 2025 દર વર્ષે 7 ઓક્ટોબરે 'વિશ્વ કપાસ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે, જે કપડાં માટે આધારભૂત કપાસના મહત્વને ઉજાગર કરે છે. આ અવસરે, કપાસના ઉત્પાદન અને વાવેતરમાં ગુજરાત રાજ્યે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાત દેશના કુલ કપાસ ઉત્પાદનમાં 25 ટકા અને વાવેતર વિસ્તારમાં 20 ટકાનો ફાળો આપીને કપાસના વાવેતરમાં દેશભરમાં બીજા સ્થાને છે. હાલમાં, રાજ્યમાં 23.71 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે.