જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના નવાગામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠ્ઠન દ્વારા ૭૩ મો વાર્ષિક હવન યોજાયો
બિલખા અને નવાગામ ગામની બાજુમાં, ડુંગરના થડમાં રામનાથ મઢીએ (જગ્યામાં) શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠ્ઠન દ્વારા ૭૩ મો વાર્ષિક હવન યોજાયો હતો આજથી 73 વર્ષ પહેલા તા.૩૦-૩-૧૯૫૩ના રોજ અહીં શ્રીમદ્ ભાગવત કથા થયેલ, તે વખતે એવો ઠરાવ કરવામાં આવેલ કે, દર વર્ષે પવિત્ર દશેરાના દિવસે રામનાથમઢીએ અને આસો સુદ નોમના રોજ નુરસતાગોર દાદાની જગ્યામાં હવન કરવો, તે ઠરાવ મુજબ આ હવન કાર્ય ૭૩ (તોંતેર)માં વર્ષમાં પ્રવેશ કરે છે.