લોક અદાલત દ્વારા પક્ષકારોને ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળ્યો. મુખ્ય સિવિલ જજ જે.જે. આહુજાની કોર્ટમાં 1161 કેસોમાંથી 660 કેસોનું સમાધાન થતા રૂપિયા 7.37 લાખનો એવોર્ડ મળ્યો. જ્યારે અધિક સિવિલ જજ વી.પી. આચાર્યની કોર્ટમાં 1050 કેસોમાંથી 347 કેસોનું સમાધાન કરી રૂપિયા 5.24 લાખનો એવોર્ડ મળ્યો. તે ઉપરાંત પ્રી-લિટિગેશન તબક્કાના 1349 કેસોમાંથી 282 કેસોનું સમાધાન થતાં રૂપિયા 23.25 લાખનો એવોર્ડ આપવામાં આવ્યો.