વડોદરા પશ્ચિમ: ગ્રાઉન્ડમાં મટીરીયલ નાખવા પહોંચેલ કોર્પોરેશનના ડ્રાઇવરને આયોજકોએ લાફા ઝીંકી દીધા:મંજૂરી રદ્દ
આજથી નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. ત્યારે શહેરના મોટા ભાગના ગરબા ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. તેવામાં શહેરના જાણીતા બીટા ગરબાની કોર્પોરેશને મંજૂરી રદ્દ કરતા ગરબા પ્રેમીઓ અને આયોજકોમાં ખળભળાટ મચી ગયો હતો. આ અચાનક લેવામાં આવેલા નિર્ણય પાછળ લાફા પ્રકરણ જવાબદાર છે.