વર્ષ 2008 માં ઉધના પટેલ નગર વિસ્તારમાં રહેતા પ્રભાત નામના યુવક ની હત્યા થઈ હતી.આરોપીની બહેનના મૃતક જોડે અનૈતિક સંબંધોમાં આ હત્યા કરાઈ હતી.જેમાં છ આરોપીઓ શામેલ હતા.દરમ્યાન અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર હતા.જેમાં એક નું બાદમાં મરણ થયું હતું.જ્યારે ફરાર બે પૈકી સંતોષ સીમાચલ પ્રધાન ને પોલીસે તમિલનાડુ થી ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય એક આરોપી હાલ પણ પોલીસ પકડથી ફરાર છે.વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.