બાવળા: ધોળકા ખાતે ADC બેંક હોલમા " સહકારથી સમૃદ્ધિ " અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો
આજરોજ તા. 20/09/2025, શનિવારે સવારે 11 કલાકે ધોળકા ખાતે ADC બેંક હોલમા " સહકારથી સમૃદ્ધિ " અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ADC બેંકના ડિરેક્ટર ચંદનસિંહ ચાવડા સહિતના મહાનુભાવો, સહકારી મંડળીઓના ચેરમેનો અને સેક્રેટરીઓ, ADC બેંક અને APMC ધોળકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.