વાપી: વાપીના બલિથા ગામમાં બ્રહ્મદેવ મંદિરમાં ટેમ્પો ઘૂસ્યો, ચાલક ગંભીર, મંદિરનો શેડ અને દિવાલને નુકસાન
Vapi, Valsad | Sep 16, 2025 વાપી તાલુકાના બલિથા ગામમાં સુરતથી મુંબઈ તરફ જતા એક ટેમ્પોએ મોટી દુર્ઘટના સર્જી છે. ગઈકાલે સાંજે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન સીધું બ્રહ્મદેવ બાપા મંદિરમાં ઘૂસી ગયું હતું.