પટોસણ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે વિજેતા થતા પ્રવિણભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 25, 2025
ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૨૨ ગ્રામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૯ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી. જિલ્લાના તમામ ૧૪ તાલુકા મથકો ખાતે મતગણતરી શરૂ કરાઈ છે. બનાસકાંઠામાં ૩૨૨ પંચાયત પૈકી ૩૦૩ ગ્રામ પંચાયત સામાન્ય તથા ૧૯ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે. પાલનપુર તાલુકાના પટોસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે પ્રવિણભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી.