ગુરુવારે સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સાંજના ચાર કલાકે વરાછા માનગઢ ચોક ખાતે બાંગ્લાદેશ વિરુદ્ધ પૂતળા દહન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ સમુદાયના યુવાન દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યાને લઇ દેશભરમાં ભારે આક્રોશ છે.દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.જેના ઘેરા પ્રત્યાઘાતો સુરતમાં જોવા મળ્યા છે. વરાછા માનગઢ ચોક ખાતે હિન્દુ સંગઠનો એ પૂતળા દહન કરી ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે.