જૂનાગઢ: 2 નવેમ્બરથી શરૂ થનાર ગિરનારની લીલી પરિક્રમામાં તંત્રની કામગીરીના આયોજનને આખરી ઓપ આપવા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
આગામી તા.2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકોની સુરક્ષા અને સેવા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી છે. ખાસ કરીને પીવાનું શુદ્ધ પાણી, ઈમરજન્સીમાં સારવાર અને સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગિરનારની પરિક્રમા રહે તે માટે જિલ્લા તંત્રએ યાત્રિકોના સહકાર સાથે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.