ઉધના: સુરતમાં કમોસમી વરસાદ: ખેડૂતોના ૭૦% શાકભાજીના પાકને મોટું નુકસાન, સરકાર પાસે વળતરની માંગ
Udhna, Surat | Nov 2, 2025 સુરત: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષનો કમોસમી વરસાદ (માવઠું) વિનાશકારી સાબિત થયો છે. છેલ્લા થોડા દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં ખેડૂતોનો આશરે ૭૦% શાકભાજીનો પાક પાણીમાં ધોવાઈ ગયો છે, જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે મુખ્યત્વે તુવેર, ભીંડી, કોબી, ફુલાવર, ટામેટા, રીંગણ સહિતના પાકોને મોટું નુકસાન થયું છે.