સંજેલી: સંજેલી તાલુકાના હિરોળા જિલ્લા પંચાયત બેઠકના કરંબા ગામ ખાતે કોંગ્રેસ દ્વારા બેઠક યોજાઈ
Sanjeli, Dahod | Nov 12, 2025 આજે તારીખ 12/11/2025 બુધવારના રોજ સાંજે 4.30 કલાકે કોંગ્રેસ દ્વારા આપેલ માહિતી અનુસાર કોંગ્રેસ પાર્ટીની મિટિંગ હિરોળા જિલ્લા પંચાયત બેઠક ક્ષેત્રના કરંબા ગામ ખાતે સફળતાપૂર્વક યોજાઈ.મિટિંગમાં સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠન મજબૂત બનાવવા, ગ્રામ સ્તરે જનસંપર્ક વધારવા અને વિકાસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.સ્થાનિક જનતાએ વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા.