એલસીબી પીઆઇ એન.એન ચુડાસમાની આગેવાનીમાં એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે દુધઈ પો.સ્ટે.ના અપહરણનાં ગુનાનો આરોપી ભરત વધાભાઈ ઠાકોર તથા ભોગ બનનારને સુરત ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે દુધઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.આ કામગીરી એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમા,પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.