સાવરકુંડલા શહેરના મફતપરા પ્લોટ વિસ્તારમાં એક વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં મળ્યો હતો. ઈજાગ્રસ્તની ઓળખ મનીષભાઈ ભીખાભાઈ સોલંકી તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કેટલાક લોકોએ તેમના પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. ઘટનાસ્થળેથી તેમને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા હોસ્પિટલ તથા બાદમાં વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હુમલાની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.