તારાપુર બાર એસોસિયેશનના પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણી શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે સંપન્ન થઈ હતી.કુલ 24 નોંધાયેલા મતદારોમાંથી 18 મતદારો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ચૂંટણીમાં બે મજબૂત ઉમેદવારો વચ્ચે મુકાબલો થયો હતો. સૈફુલ્લામીયાં શેખ અને ગોવિંદભાઈ પરમાર વચ્ચે થયેલા રસપ્રદ ચૂંટણીમાં સૈફુલ્લામીયાં શેખે 11 મત મેળવી જ્યારે ગોવિંદભાઈ પરમારને 7 મત પ્રાપ્ત થયા હતા.આ રીતે સૈફુલ્લામીયાં શેખ બહુમતી વિજયી બન્યા હતા.