બાયડ: ગાબટ-ઉભરાણ માર્ગ પર વિદેશી દારૂ,કાર સહિત રૂ. ૨.૨૫ લાખનો મુદ્દામાલ સાઠંબા પોલીસે ઝડપ્યોઃચાલક ફરાર
સાઠંબા પોલીસ મથકના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ પટેલ સ્ટાફ સાથે બાતમી આધારે ગાબટ વિનયદ્વાર ખાતે નાકાબંધી કરીને ઉભા હતા તે દરમિયાન બાતમીવાળી નિશાન કંપનીની કાર આવી પહોંચતાં પોલીસને જોઈ કાર રીવર્સ કરી બુટલેગરે ઉભરાણ તરફ પાછી ભગાવી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં ઉભરાણ જવાના માર્ગ પર બુટલેગર રોડ સાઈડમાં કાર મુકી કારચાલક ખેતરો બાજુ નાસી છુટવામાં સફળ થયો હતો. પોલીસે કારની તલાશી લેતાં કારમાંથી ક્વાર્ટર /બોટલ નંગ. ૫૩.કિંમત રૂ. ૨૫, ૭૮૫/- સાથે કાર મળી ક