ભુજ: ભુજના આશાપુરા મંદિરે માતાજીના ઘરેણાંની સફાઈ
Bhuj, Kutch | Sep 14, 2025 ઐતિહાસિક આશાપુરા માતાજીના મંદિરે આસો નવરાત્રી પર્વ પૂર્વે વાર્ષિક પરંપરા અનુસાર માતાજીની મૂર્તિઓના તેજમાં અભિવૃદ્ધિ કરતા સોનાના આભૂષણો, પૂજા અર્ચનાના સાધનો, ચાંદીના છત્ર અને અન્ય કિંમતી સામગ્રી સફાઈ કરવામાં આવી હતી. દર વર્ષે નવરાત્રી પૂર્વે ભુજની કંસારા બજાર સ્થિત સોના - ચાંદીના ઘરેણાના વેપારી મિત્રો ઘરેણા સફાઈની પરંપરા છેલ્લી ત્રણ પેઢીથી નિભાવી રહ્યા છે. મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ જણાવ્યું હતું કે, આસો નવરાત્રી પહેલા આરતી ગ્રુપ દ્વારા દર વર્