તાજેતરમાં દિલ્હીમાં રમાયેલી વિજય હજાર ટ્રોફીમાં ગુજરાત અને દિલ્હીની ટીમ વચ્ચે મેચ યોજાઇ હતી આ મેચમાં નડિયાદના યુવા સ્પીનર વિશાલ જયસ્વાલે ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીને આઉટ કર્યા હતા. ત્યારે મેચ બાદ કોહલીએ વિશાલ ને મળી જે બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી તે જ બોલ પર ઓટોગ્રાફ કરીને વિશાલ ને ભેટ આપ્યો હતો.જે એક ખેલદિલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.