વડોદરા શહેર કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોચ્યો છે.પ્રમુખ ઋત્વિજ જોષીની હાજરીમાં વિવાદ છતા તેઓ સમગ્ર મામલાથી અજાણ હતા.વોર્ડ1 ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાના જનસંપર્ક કાર્યાલયના ઉદઘાટન બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ અને બે કોર્પોરેટરને આમંત્રણ જ નહોતું આપવામાં આવ્યું. નવાઈની વાત તો એ છે કે વોર્ડ પ્રમુખ અને બે કોર્પોરેટરની ગેરહાજરીની ખુદ પ્રમુખે નોંધ ના લીધી.