પાટણ સીપીઆઈ કચેરીમાં ફરજ બજાવતા ASI વ્યક્તિને પોક્સો કેસમાં ખોટી રીતે સંડોવવાની ધમકી આપી 50 લાંચની માંગ કરતા ASIની ઘડપકડ
Patan City, Patan | Sep 17, 2025
પાટણ સીપીઆઈ કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈ ઈશ્વર દેસાઈની એન્ટિ કરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી છે. આરોપી એએસઆઈએ એક વ્યક્તિને પોક્સો કેસમાં ખોટી રીતે સંડોવવાની ધમકી આપીને 50 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.આરોપીએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું કે, તેમનું નામ પોક્સોના કેસમાં આવ્યું છે. નિવેદન માટે પાટણ સીપીઆઈ કચેરી આવવા જણાવ્યું. ફરિયાદી કચેરી પહોંચ્યા ત્યારે આરોપીએ પોક્સો કેસમાં સંડોવવાની ધમકી આપી 50 હજાર માંગણી મામલે એસીબીએ કાર્યવાહી કરી છે.