ઉમરપાડા: નસારપુર ગામથી સુરત જિલ્લામાં 'વિકાસ સપ્તાહ'નો શુભારંભ
ગુજરાતના 14 મા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા, જેણે રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતની સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીનો સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકાના નસારપુર ગામથી શુભારંભકરવામાં આવ્યો.