કપરાડા: વલસાડમાં વાવાઝોડા અસરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરાઈ, સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા
વલસાડના નાના-મોટા સુરવાડા તથા ભગડાવાડા ગામોમાં આવેલા વાવાઝોડાથી થયેલ નુકસાન બાદ સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલની સતત મહેનતથી રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. બંને નેતાઓએ તંત્ર સાથે મળી યુદ્ધના ધોરણે સર્વે પૂર્ણ કરાવી 7 દિવસના ટૂંકા ગાળામાં સહાયની ચુકવણીની પ્રક્રિયા શરૂ કરાવી છે. અસરગ્રસ્તોને અનાજ કીટ અને પતરાની તાત્કાલિક સહાય પણ આપવામાં આવી હતી.