એલ.સી.બી.ની ટીમના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, સૂરજભાઇ વેગડા, મૂળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇ કોડાય પોલીસ વિસ્તારમાં ગત રાત્રી ના સમયે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, પુનડી ગામની દક્ષિણ સીમમાં કુલદીપસિંહ હેમુભા જાડેજા આશાપુરાની લીઝની સામે ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ નું ખનન કરે છે. આથી ત્યાં તપાસ કરતાં એક એસ્કેવેટર મશીન તથા ડમ્પર વડે ખાણકામ ચાલુ હતું. કુલદીપસિંહ તથા વાહનચાલકો આરીફ અબ્દુલભાઇ બાફણ તથા ખોડાભાઇ રતાભાઇ રબારી