શિનોર: સાધલીથી કુકસ જવાના મુખ્ય માર્ગ પર ભાદરવા બીજના મેળા પૂર્વે માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડા પૂરે તેવી માંગ ઉઠી
Sinor, Vadodara | Aug 19, 2025 સિનોર તાલુકાના સાધલી થી કુકસ જવાના મુખ્ય રસ્તા પર પાણી પુરવઠાની ઓફિસની સામે ગામના પ્રવેશદ્વાર પાસે પાણી પુરવઠા રોડ વચ્ચે ખોદી નાખી ખાડામાં બરોબર રીપેરીંગ નહીં કરાતા અકસ્માત ઝોન બની રહ્યો છે ત્યારે અહીં આવતા હજારો દર્શનાર્થીઓને શ્રી નાયાજી મહારાજ મંદિરે ભાદરવા બીજના મેળા વખતે કોઈ અડચણ પડેલી હતી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલી તકે ખાડાનું રીપેરીંગ કરવામાં આવે તેવી લોકમાં ઊઠી છે