વર્ષ 2015થી પ્રતિ વર્ષ હાલોલના વડા તળાવ ખાતે પંચમહોત્સવ યોજાય છે.જે અંતર્ગત 9 મા તબક્કાના પંચમહોત્સવનો આરંભ થયો છે.જેમા પંચમહોત્સવના બીજા દિવસે આયોજિત સંગીત સંધ્યામાં ગુજરાતના પ્રખ્યાત ઓસમાણ મીર અને આમિર મીરે તેમના તાલબદ્ધ અને સુરમયી મધુર સ્વરથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં અને તેમના મધુર અવાજે ગીતો સાંભળીને પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા હતા