દેલવાડા પુલ બંધ, ટ્રાન્સપોર્ટર આપવા તૈયાર નહીં બેચરાજી APMCના વેપારીઓ મુશ્કેલીમાં
Mahesana City, Mahesana | Nov 2, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના દેલવાડા ગામે રૂપેણ નદીના પુલ ઉપરથી એસટી વ્યવહાર બંધ હોવાના કારણે છેલ્લા ચાર મહિનાથી લોકો તો પરેશાન હેરાન થઈ રહ્યા છે પરંતુ હવે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે હાલ બેચરાજી એપીએમસી માં રોજ ત્રણથી ચાર ગાડી કપાસ અને ચારથી પાંચ ગાડી એરંડાનો માલ આવે છે પરંતુ રોડની હાડપિંજર સમાન સ્થિતિના કારણે વેપારીઓ ટ્રાન્સપોર્ટ માટે આવવા તૈયાર નથી.