ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર સ્થિત કોમી એકતાના પ્રતીક સમાન હઝરત બાવા ગોરનો ઉર્ષ મુબારક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો ભક્તિ અને આસ્થાના સંગમ સમાન હઝરત બાવા ગોર રહેમતુલ્લાહ અલૈહના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મઝાર શરીફ પર માથું ટેકવી દુઆઓ માંગી હતી અને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.