મહુવા: પૂર્ણાં નદી કિનારે 40 થી 45 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી.
Mahuva, Surat | Sep 29, 2025 પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકામાંથી પસાર થતી પૂર્ણાં નદીના કિનારાના પટ પર શકર તલાવડી ગામની સીમમાં એક 30 થી 40 વર્ષીય પુરુષ ની લાશ નજરે પડી હતી.ઘટના અંગે મહુવા પોલીસ ને જાણ કરાતા મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ નો કબ્જો મેળવી પ્રાથમિક તારણ મુજબ નદી કિનારે કોઈ અગમ્ય કારણોસર નદીના પાણીમાં ડૂબી જવાથી મરણ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું.જોકે મહુવા પોલિસે લાશ નો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.