જુનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર જુનાગઢની જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠૂમરે મુલાકાત લીધી હતી.જેમાં ઘરેલુ હિંસા પીડિત મહિલાઓ/કિશોરીને સેન્ટર દ્વારા અપાતી સેવા વિના મુલ્યે પાંચ પ્રકારના સહાય પૂરી પાડવામાં આવે છે તેમજ પોલીસ સહાય ,કાયદાકીય સહાય તથા માર્ગદર્શન , તબીબી સહાય , હંગામી ધોરણે આશ્રય જેવી સેવા આપવામાં આવે છે અને વ્યવસ્થા પણ સારી છે. તેવું જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યુ છે.