વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં બહેનોના જીવન ધોરણમાં સુધારો આવે અને તેઓ સ્વરોજગાર તરફ આગળ વધે તે હેતુથી વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બીપીન માહલા દ્વારા 200 બહેનોને ટામેટા અને રીંગણના છોડનું વિતરણ કરવામાં આવ્યું. હસમુખભાઈ કે. ગાંવિતની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું હતું.