વંથલીના દિલાવરનગર ખાતે નવનિર્મિત બનેલ સિવિલ હોસ્પિટલમાં શરૂઆતમાં જ ગંદકી જોવા મળી છે.ગઈકાલે જ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવ્યું છે.4 કરોડ થી વધુની માતબર રકમથી તૈયાર થયેલ હોસ્પિટલમાં શરૂઆતમાં જ ચારેબાજુ પાન અને માવાની પિચકારીઓ જોવા મળી હતી. પીવાના પાણીના કૂલર નજીક જ માવાની પિચકારીઓથી ગંદકીના ગંજ ખડકાયા છે.નવનિર્મિત સિવિલ હોસ્પિટલમાં શરૂઆતમાં જ સ્વરછતાના ધજાગરા ઉડ્યા છે.