હાલોલના શાકભાજી માર્કેટ વિસ્તારમાં તા.26 ડિસેમ્બર શુક્રવારના રોજ સાંજના સમયે એક ગાયના હુમલા થી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયના મોઢામાંથી ફીણ પડતી જોવા મળતા અને તે અચાનક કોઈ પર પણ હુમલો કરતી હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો હતો જેને લઈને હાલોલ જીવદયા પ્રેમીને જાણ કરવામા આવતા જીવદયાની ટીમ દ્વારા ગાંધીચોક ખાતેથી ગાયને દોરડા વડે બાંધી સારવાર આપવામા આવી હતી