દેવગઢબારીયા: દેવગઢ બારિયા પ્રાંત કચેરી ખાતેથી મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોને અપીલ કરાઈ
આજે તારીખ 12/11/2025 બુધવારના રોજ બપોરે 3 કલાકે દેવગઢ બારિયા પ્રાંત અધિકારી દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત 134 દેવગઢ બારિયા વિધાનસભા મતવિભાગના તમામ મતદારોને સદર કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરવામાં આવી છે. આગામી તા. 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંબંધિત બ્લોક લેવલ અધિકારીઓ (BLO) હાજર રહેશે.