વડોદરા રેલ્વે સ્ટેશન પાસે આવેલી પ્રિયા લક્ષ્મી મિલ ગડનાળા સામે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી.આ કામગીરી દરમિયાન રસ્તા પર ગેરકાયદે રીતે ઉભી કરાયેલ લારી-ગલ્લાઓ અને ખાવા-પીવાની લારીઓ દૂર કરી કબજે કરવામાં આવી હતી.સયાજીગંજ પોલીસ સ્ટેશનના સહકારથી દબાણ શાખાની ટીમે સ્થળ પર પહોંચીને દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરી, જેમાં અનેક લારીઓ અને ગલ્લાઓ કબજે લેવામાં આવ્યા.